સાજન
સાજન
હવે આવ રે સાજન આવ,
મારા પ્રેમ ના પત્રે હવે આવ,
આંખો મારી નીર વહાવે રે,
તારી પ્રિયત્માં ની યાદે આવ,
લખ્યા આજે પ્રેમ ના પત્ર,
લખ્યા છે પત્ર તારી પ્રિતના,
સાજન જો તું નહીં આવે તો,
કાળજે વાગશે હવે કટાર,
હે અંધારી રાતના પ્રેમના પત્રો,
લખ્યા રે લોહીના આશું એ,
એક એક આશુંના ટીપે હવે,
લખું શબ્દો હવે પ્રેમ ના પત્રે,
હે પ્રેમ ના શબ્દો લખતા હવે,
મારા હાથ રે થર થર ધ્રુજતા,
સાજન તારા પ્રેમના વિયોગે,
કાળજડા થર થર કંપી જાતા,
હે લખ્યા રે આજે પ્રેમ ના પત્રે,
સાજન જન્મો જન્મ મળીશું,
હું બંધાઈ છું તારી પ્રીતના પત્રે,
સાજન હવે ભવો ભવ મળીશું.

