સાજન
સાજન
હે સાજન તારી યાદોને હવે,
કેમ કરી ભૂલાવું જો,
સાજન તારી પ્રિતથી હવે,
બંધાઈ સાત જન્મ જો,
હે સાજન તારી વાટ રે જોતા,
વીત્યા વર્ષો અનેક જો,
લોહીના આંસુએ લખું હવે,
રૂડા પ્રેમ ના પત્ર જો,
હે કરુ સાજન નિત્ય પ્રાર્થના,
કરું વ્રત ઉપવાસ જો,
તારી પ્રિયત્માંના લખ્યા સાદે,
સાજન વહેલા આવજો,
હે સાજન તારા સ્વપન જોતા,
વિતાવું યાદોની રાત જો,
રડતી આંખોના આંસું લૂછવા,
સાજન હવે તમે આવજો,
હે સાજન તારા પત્રો લખતા,
અંતિમ શ્વાસનો સાથ જો,
પ્રિયત્માંના જીવની વિદાયે હવે,
સાજન જન્મોનો સાથ જો.

