સાજન
સાજન
હે અષાઢીના રૂડા વરસ્યા મેઘ ને,
સાજન તારી પ્રીતના રે વરસ્યા મેઘ,
પણ સાજન તારી પ્રીતના રૂડાં રે મેઘ,
જોને હવે વરસ્યા રે બારે માસ જી રે,
હે સાજન તારી પ્રીતના રે આ મેઘ ને,
મારી આંખોના આંસુએ લખાયેલ પત્ર,
જો ને હવે તારી યાદમાં લખાયેલ હોય,
તો પ્રિયતમાંની યાદે મળવા વહેલો આવ,
હે વરસાદ કેરા ટીપે ને આંખોના આંસુએ,
જો લખ્યા એક એક શબ્દ રે તારી પ્રીતના,
ને લખ્યા શબ્દ હવે લોહીના આસુંના નીરે,
તો પ્રિયતમાંની પ્રીતે મળવા વહેલો આવ,
પણ સાજન સાજન હવે હું શું લખું રે જી,
હવે માંડ્યા રે કુદરતે પ્રેમના રૂડા આ ખેલ,
ને પ્રિયતમાંએ લખ્યા પત્ર હોય અંતરના સાદે,
તો પ્રિયતમાંના સાદે મળવા વહેલો આવ,
હે કર્યા હોય સાજન મેં તારી પ્રીતના રૂડા વ્રત રે,
ને કર્યા સાજન તારા પ્રેમના નકોડા ઉપવાસ રે,
તો તારી પ્રિયતમાંના છેલ્લા જીવતરના શ્વાસે,
સાજન તારી પ્રિયતમાંને મળવા વહેલો આવ.

