પ્રેમનું રહસ્ય
પ્રેમનું રહસ્ય
પ્રેમના દરિયામાં કુદવાવાળા,
જલ્દી બહાર આવતા નથી,
જલ્દી બહાર આવવાવાળા,
વફાદાર કદી કહેવાતા નથી.
પ્રેમની પ્રસાદી મેળવવાવાળા,
નિરાશ કદી બનતા નથી,
પ્રેમની અવગણના કરવાવાળા,
પ્રેમનું મહત્વ સમજતા નથી.
પ્રેમમાં નિષ્ફળ બનવાવાળા,
રાતે શાંતિથી સુઈ શકતા નથી,
પ્રેમને રમકડું સમજવાવાળા,
કદી પ્રેમદૂત કહેવાતા નથી.
પ્રેમની આરાધના કરવાવાળા,
કદી ફકિર બનતા નથી,
પ્રેમનું બંધન પવિત્ર છે "મુરલી"
કોઈ તેને તોડી શકતા નથી.
રચના-ધનજીભાઈ ગઢીયા"મુરલી" (જુનાગઢ)

