મજા તો ત્યારે છે
મજા તો ત્યારે છે
એ નજર પણ નથી કંઈ કામની,
જેમાંથી જામ કદી છલકતી ન હોય,
મજા તો ત્યારે છે એ જામની,
જે પીવાથી રોમ રોમ લહેરાઈ ગયુ હોય.
એ મહેફિલ પણ નથી કંઈ કામની,
જેમાં પ્રેમ માટે દિલ તડપતુ ન હોય,
મજા તો ત્યારે છે એ પ્રેમની,
જેમાં દિલ બળીને રાખ બની ગયુ હોય.
એ સુંદરતા પણ નથી કંઈ કામની,
જેના માટે કોઈ તરસ્યું બન્યુ ન હોય,
મજા તો ત્યારે છે એ સુંદરતાની,
જે જોઈને કોઈ મદહોંશ બની ગયુ હોય.
એ મુલાકાત પણ નથી કંઈ કામની,
જેમાં પ્રેમની કદી અભિવ્યક્તિ ન હોય,
મજા તો ત્યારે છે પ્રેમની "મુરલી",
જેમાં દિલથી પ્રેમનો સ્વીકાર થયો હોય.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

