STORYMIRROR

Jay Patel

Romance Others

4  

Jay Patel

Romance Others

સાજન

સાજન

1 min
395

હે ઉનાળાનો ખરો છે તડકો ને,

શિયાળાની અલબેલી છે ટાઢ,

પણ સાજન હવે તું ના ભૂલતો,

તારી પ્રિયત્માં જુવે છે તારી વાટ.


હે વીત્યા છે દુઃખના હવે દરિયા,

અરે રે વીત્યા છે દુઃખના રે પહાડ,

પણ જોને સાજન તું ના આવે તો,

આશું ના દરિયે જાશે હવે રે પ્રાણ.


હે ગરજયા અષાઢીના મેઘ અપાર,

અરે રે થયા વીજના ચમકારા અપાર,

પણ સાજન તારી યાદોના વરસાદમાં,

જોયા તારી પ્રીતના સ્વપન છે અપાર.


હે લેખ લખ્યા છે સાજન તારી યાદોના,

અરે રે લખ્યા છે જન્મોની તારી પ્રીતના,

હે લોહીનાં આશુંએ લખ્યા પત્ર પ્રેમના,

સાજન તારા વિયોગમાં વીત્યા બારેમાસ.


હે આવી છે હવે કુદરતની પરીક્ષાની ઘડી,

ને તારી પ્રીતની સાજન રૂડિયાની છે ઘડી,

પણ જોને સાજન ના ભૂલતો તારી પ્રીતને,

હે તારી પ્રીતની યાદમાં લખ્યા છે ભાવિ લેખ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance