સાજન
સાજન
હે સાજન સાજન શું કરું
સાજન બંધાઈ છે પ્રિત
અરે રે સાજન તારા વિયોગે
કેવી રીતે જીવીસું હવે
પણ જો ને સાજન હવે
પ્રિત બંધાઈ તારા નામની
અરે રે તારા વિયોગના આસું
કેવી રીતે હવે લૂછીશ !
હે સાજન જો તું નહીં આવે
તો સુરજ આથમ્યો પ્રિતનો
અરે રે સાજન તારી યાદોની રાત
કેવી રીતે જીવીશું તારા વગર !
હે સાજન રહ્યો વિશ્વાસ સ્નેહનો
સાજન જાશે હવે મારે પ્રાણ
અરે રે સાજન રહી છું તારા વગર
આંખડી એ મંડાઈ છે મીત
હે સાજન તારા સ્મિતનો
રહ્યો છે તરસી આ જીવ
અરે રે તારી લાગણીના તોરણે
બંધાઇ છે જન્મોની પ્રિત

