STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

3  

Ramesh Patel (Aakashdeep)

Romance

સોળ વરસે

સોળ વરસે

1 min
144

સોળ વરસે જાગે સોણલાં સખી સંગાથે સાંજે

વાસંતી વાયરે ઊડે દિલડું પંખીડાની પાંખે,


નયન ઢળે ને રંગ રસિયો રાસે રમતો જોતી

નવરંગી ચૂંદલડી સજી હું ગરબે ઘૂમતી રમતી,


વન ઉપવનનાં ફૂલડાં દેખી મનમાં હું મલકાતી

ઝરૂખે ઊભી દિવાસ્વપ્નોમાં હસતી હું ખોવાતી,


ચંચળ ચિત્ત બની મરકટ ચાળાં કરતું રંગે ઢંગે

પારેવાંની જોડ જગવતી ઋજુ સ્પંદનો અંગે,


સાગર તટે રેતી પટે ચીતરું આંગળીઓથી ભાત

ચરણ પખાળી મોજાં શીખવે ભીના ભીના વહાલ,


આભલે સરકે રંગ વાદળી મન ગાય છે ગીત

ફરફર ફરકે કેશ જગાડવા યૌવનનું સંગીત


સપનાંમાં શણગાર સજી હું મલકી હલકી હલકી

થઈ સોળ વરસની સ્વપ્ન સુંદરી ત્રિલોકે હું ઘૂમી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance