"સાથ તારો જોઈએ".
"સાથ તારો જોઈએ".
હું ક્યાં કહું છું ચાંદ તારા હજારો જોઈએ,
મને તો તું સાથે હોય એવી સવારો જોઈએ,
હું ક્યાં કહું છું ધન દૌલત હીરા મોતી જોઈએ,
મને તો બસ તારા હૈયામાં ઉતારો જોઈએ,
હું ક્યાં કહું છું ફરવા માટે દેશ વિદેશ ને મોંઘા મોલ જોઈએ,
બસ મને તો ફક્ત તારા પ્રેમનો સહારો જોઈએ,
હું ક્યાં કહું છું રહેવા માટે મોંઘા મહેલ જોઈએ,
બસ મને તો ફક્ત તારા હૃદયમાં આશરો જોઈએ,
હું ક્યાં કહું છું કે ઈશ્વર મને દુનિયાની તમામ ખુશી નસીબ કરે,
બસ મને તો તારો પ્રેમ સતત અને એકધારો જોઈએ,
હું ક્યાં કહું છું કે મને જન્નત જોઈએ,
બસ મને તો હંમેશા, સદા સાથ તારો જોઈએ.

