વિચાર આવે
વિચાર આવે
નથી જરૂરી છતાં અલગથી, કંઈ કરીશું વિચાર આવે,
મળી જવાનું હતું સ્હેલું, છતાં ખબર પૂછવાને તાર આવે,
ફરી જવાનું જરાક અમથું, કઠીન લાગે જવાબ માટે,
ગમી ગયું એટલું જ કહેતાં, દિવાલ તોડી ધરાર આવે,
કદી કદી સાવ સાદી ભાષા, છતાં ગમે છે લખાણ એનું,
જરા અનોખી જ ભાત પાડે, નવીનતાનો સ્વીકાર આવે,
જરાક આરામ થાય એવી, ઊભી થઈ કામ હાથ લેશે,
જવાબદારી નિભાવવામાં, અહીં જરૂરી છે પાર આવે,
નથી જ રસ્તો ખબર પડી ગઈ, ઘણું મનાવ્યા છતાં એ ચાલ્યાં,
સલામતી આજ જોખમાતી, જુઓ સામે આજ વાર આવે,
છે ચાંદલો ભાલ પર કંકુનો, પડી નજર ત્યાં ઘડી ઘડીને, સખી સુખી છે જણાવતું 'તું, ઠરી નજરને કરાર આવે,
ઢળી જતી લાગણી તમારી, એ રોકજો બંધ આજ બાંધી,
વહેમ ઓસડ બને તમારું, નવી નવેલી સવાર આવે.

