સાજન
સાજન
એક પ્રસંગ એવો બનશે,
જગ પ્રેમનો મેળો બનશે,
હશે હર હૈયામાં સનેડો,
સાજન એ લ્હાવો કેવો હશે ?
ચાલ અવસર એકાદ
યાદગાર બનાવીએ સાજન,
ચાલ ચરાચર મહી
પ્યાર અપાર વહાવીએ સાજન,
શમણાં સેવીને સોહામણા,
માંડવે બેઠી છે જોને દલ્હન,
ચાલ કોડ ભરેલી કન્યાના
શણગાર સજાવીએ સાજન,
પમરાટ ભરી પુષ્પે પુષ્પે,
હૈયે હૈયે હેતની હેલી,
ચાલ સ્નેહની સુવાસ
ચારેકોર વહાવીએ સાજન,
સુકા આ બાગ મહી
પાઈએ પ્રીતનું પાણી,
ચાલ પ્યારના ગુલ
અપાર ખીલવીએ સાજન,
સોહે નહીં ઝૂકવું
અડગ રહીએ સંજોગો સામે,
ચાલ ચાહના જગમાં
એતબાર કરાવીએ સાજન,
ખુદ બળીને ઉલેચે
અંધારા જ્યોત આ જગ મહીં,
ચાલ હર દિલે દીપ
પારાવાર પ્રગટાવીએ સાજન,
હૈયે હોલ પડાવી
મનડા મોહતી બંસી અંશુ,
ચાલ શ્યામ હોઠે વસી
સંસાર ડોલાવીએ સાજન.

