રડાવી જતું કોઈ
રડાવી જતું કોઈ
સુરીલા સ્વરે ગીતો સજાવી જતું કોઈ
નશીલા પ્રયણરંગો લગાવી જતું કોઈ,
ઝરોખે છૂપાયેલી નશીલી અદાઓથી
પ્રયણ આગ નસનસમાં લગાવી જતું કોઈ,
લટોએ લપેટાતા રૂપાળા ચહેરાથી
સુહાની મહેફિલે હરાવી જતું કોઈ,
'છુપીછપ' મુલાકાતો વિસ્મયથી ભરેલી કંઈ
ક્ષણોની છૂપી યાદ જગાવી જતું કોઈ,
સદીઓ સદીઓથી પ્રણયનાં દુશ્મનો થૈ
મહોબ્બત માટીમાં મિટાવી જતું કોઈ,
સુવાળી લહેરાતી ઝુલ્ફ 'લવ', ઝૂકે હોઠે
ઝૂકી કંઈક યાદોએ રડાવી જતું કોઈ.

