લોહીનાં આંસુ
લોહીનાં આંસુ
જીવનને વેરણછેરણ બનાવી ગઈ,
કબરે આત્માની ચીખ નીકળી ગઈ.
કળયુગે કુમળી કળી તોડે મુછાળા,
નિર્દોષ પંખીની પાંખો પીંખાઇ ગઈ.
છળકપટનાં છલોછલ બંધ તૂટયાં,
તમન્નાઓ તરફડી મોતને ભેટી ગઈ.
ઝાંઝવાનાં જળ ભરેલ આ જમાનો,
કેટલીય જિંદગી કાદવમાં ખૂંપી ગઈ.
પળે પળે દર્દભરી દાસ્તાન ટપકે "લવ"
કલમ લોહીનાં આંસુ સાથે ઢળી ગઈ.
