STORYMIRROR

Lavjibhai Makwana

Inspirational

4  

Lavjibhai Makwana

Inspirational

જેલ તોડીને છટકું છું

જેલ તોડીને છટકું છું

1 min
345

વંટોળ થઈ ગગને ભટકું છું 

હાંસિયામાં રહીને અટકું છું,


પ્રેમ પ્રતિબિંબ દર્પણે જોઈ,

અતિતની યાદોએ ભટકું છું,


ઊડવાને સ્વપ્નાઓ સેવતો,

પતંગ બનીને વૃક્ષે લટકું છું,


વિરહોનાં દુષ્કાળ ઝીલી,

સૂકી ડાળી બની બટકું છું,


પ્રેમનાં ત્રાજવામાં તોળાતો, 

પ્રજાની આંખોએ ખટકું છું,


શૂળની વેદનાથી ઘાયલ થૈ, 

શીશ મારું પથ્થરે પટકું છું, 


અંધકારથી ઘેરાયેલો " હું ",

જેલ તોડીને હવે છટકું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational