કબરે કફન ઓઢાડી જતું કોઈ
કબરે કફન ઓઢાડી જતું કોઈ
ફૂલોની ચાદર બિછાવીને જતું કોઈ
પાંપણ વીંધી સ્વપ્ન ચોરી લેતું કોઈ
ઝરુખે છુપાયેલ નજરોના જામથી,
દિલનાં ધબકારા છલકાવી દેતું કોઈ
ઝરમર ઝરમર અમી છાંટણાની ઠંડકે,
ગરમ ગરમ શ્વાસોને ઝુંટવી લેતું કોઈ
પૂનમ અજવાળે રાતરાણી પુષ્પ બની,
તન મનને સુગંધથી મહેકાવી દેતું કોઈ
સદીઓથી પ્રેમીઓનો દુશ્મન જમાનો,
દોરી કાપીને પ્રેમ પતંગ લૂંટી લેતું કોઈ
પ્રિતના પડછાયા પ્રેત થઈ ભટકે "લવ"
જ્યારે કબરે કફન ઓઢાડી જતું કોઈ.

