STORYMIRROR

Lavjibhai Makwana

Inspirational Others

4  

Lavjibhai Makwana

Inspirational Others

કરાર છે

કરાર છે

1 min
287

બાળકને જન્મદિને ભેટમાં મોબાઈલનાં કરાર છે

શેરીઓને ગલીઓમાં ભમરડાની રમતો ફરાર છે,


કેદ થયેલ નિર્દોષ પ્રેમીપંખીડાંને ન્યાય કેમ આપું ?

હાથોમાં કંડારેલી વિદ્યાની હસ્તરેખા જ ફરાર છે,


કવિઓની મહેફિલમાં વાહ..હ્ વાહની ગુંજ ઊઠી,

દિલથી ઢળતી શાયરી ને નશાનો જામ બેકરાર છે,


સુંદરીઓનાં પાયલની ઝણઝણાટીનું તોફાન ઊઠ્યું,

આંખોને પ્રેમ અને હોઠોને મદિરાપાનની તકરાર છે,


પત્રમાં ભમ્મર ગુંજે તેવી મહેંકતી ગઝલ કેમ લખું ?

વિચારોનાં વંટોળ ને કલમની ધાર વચ્ચે તકરાર છે,


સુંદરી, મહેફિલ, મદિરાપાનને પૂળો મૂકો "લવ" 

ચાર ફેરાંમાં અગ્નિ સાક્ષીએ વફાદારીનાં કરાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational