સ્પર્શ
સ્પર્શ
ગામડે ગામડે ખેતીઓમાં,
આધુનિકરણનો પંજો પડ્યો,
ગામે ગામ ગરીબ કુટુંબમાં,
બેકારીનો રાક્ષસ જાગ્યો,
પેટમાં પડેલ ખાડો પૂરવામાં,
બેકાર બનેલાં શહેરે ભાગ્યાં,
મોટાં હર્યા-ભર્યા કુટુંબમાં,
એક જ ડાળીનાં માળા તૂટ્યાં,
આકાશને આંબતી ઈમારતમાં,
અમે બે અમારાં બે જ વધ્યાં,
કમાણીની આંધળી દોટમાં,
બે પણ શહેરથી વિદેશ ભાગ્યાં,
ઝળહળતાં આલીશાન ફ્લેટમાં,
ઉંમરનો સંધ્યા સૂરજ ઢળી ગયો,
જૂનાં ગામની અતીતની યાદોમાં,
ભીતરથી ઊંડો નિઃસાસો નીકળ્યો,
પૌત્રનાં દાદી-નાની સંબંધોમાં,
જોજનો દૂર અંધકાર છવાયો,
વિરહનાં વાદળોનાં વરસાદમાં,
એક લાગણીનો ધોધ વછૂટ્યો,
કુટુંબનો ખિલખિલાટ ડોલરના નશામાં,
મોબાઈલનાં એક ટચૂકડા પડદે સમાયો,
હવે, ધ્રૂજતી એક આંગળીનાં ટેરવામાં,
ઓજલ આંખોથી પૌત્રનો "સ્પર્શ" જ રહ્યો.
