આવી જવાનું
આવી જવાનું
હોય ઉદાસી ત્યારે દોડીને મારી પાસે આવી જવાનું,
દુઃખ ભરેલું હૈયું મારી પાસે ઠાલવી જવાનું,
નિરાશાને શબ્દોમાં વ્યક્ત કરી જવાનું,
આમ હૈયું તારું હૂંફાળું કરી જવાનું,
ઈશ્વર પ્રત્યેની આસ્થા ખૂટે તારા હૈયે,
ત્યારે હૈયાના કોડિયે આસ્થાનું તેલ પૂરી જવાનું,
તૂટી જાય જ્યારે તારી જાત પરનો વિશ્વાસ,
ત્યારે વિશ્વાસનો ખજાનો મારી પાસેથી લઈ જવાનો,
લાગે જ્યારે આ જીવન નકામું,
ત્યારે પ્રેરણાનાં બે ચાર બુંદો મારી પાસેથી લઈ જવાના,
હોય જ્યારે તું ખૂબ જ હતાશ,
મારી પાસેથી ખુશીઓની સૌગાદ લઈ જવાની,
જીવનમાં છોડી દે બધા જ તારો સાથ,
ત્યારે ખુશી ખુશી આવી મારો હાથ માગી જવાનો,
સૂમસામ લાગે જ્યારે આ જિંદગીની સડક,
ત્યારે સાથ મારો આવીને માગી જાજે બેધડક,
બની જાય જ્યારે તારા જીવનનો બાગ વિરાન,
ત્યારે મારા ફૂલોનાં આખા બાગ થકી સજાવજે તારું જીવન.

