પ્રેમ એક નબળાઈ
પ્રેમ એક નબળાઈ
પ્રણયમાં કાલ કદી આવે નહીં ને આજ જાય નહીં,
રહેવાય નહીં, સહેવાય નહીં, પ્રેમ એક એવી નબળાઈ,
વિરહમાં એકલતા સાથે કરવી પડે છે છેડછાડ, મસ્તી,
દીવાલોમાં જાન રેડાય છે, પ્રેમ પણ કેવી નબળાઈ ?
દિલ કહે છે કેમ ખોઈ બેઠા બસ એ મળ્યા જ નહીં,
મન કહે મળ્યાં પણ પામ્યા નહીં, પ્રેમ એવી નબળાઈ !
વચન આપ્યું'તું જીવનભરનું સજા ન સમજવાની થઈ,
ચાલ્યા ગયા મૂકી સ્મરણો, પ્રેમ સાલી કેવી નબળાઈ ?
ઘણા સંબંધ નફાકારક નહીં પણ ધનવાન બનાવે છે,
પ્રણય સંબંધ બનાવે દેવાદાર, પ્રેમ આ કેવી નબળાઈ ?

