STORYMIRROR

Vishal Dantani

Romance Others

4  

Vishal Dantani

Romance Others

વેલેન્ટાઈન

વેલેન્ટાઈન

1 min
297

ખીલેલાં કોમળ ફૂલને એની ડાળે કાંટા,

માળી તો'ય વીણી વીણી કાઢે કેવા બુટ્ટા ?


મનોભાવ પ્રેમનો હોય નહીં તો શું ફેર પડે ?

ગલીયે ગલીયે તો'ય સૌને વેચે છે ગુલદસ્તા !


કોઈ એને હાર કરી ચડાવે, ઈશ્ર્વરને રીઝવવા,

કોઈ ઈઝહાર કરવા ફેંકે, ફૂલને કેવા છુટ્ટા ?


તાસીર પૂર્વાયોજિત હોય, એમ વર્તે એની સાથે,

સૂકાય છે ફૂલ અને દિલના પણ થોડાં પત્તા !


કોઈ કહે વેલેન્ટાઈન છે તો કહેવા જવું પડે ,

પણ શોધવા પડે છે, દિલના એ જ પૂરાના લત્તા !


Rate this content
Log in

Similar gujarati poem from Romance