STORYMIRROR

Vishal Dantani

Drama

3  

Vishal Dantani

Drama

પ્રેમ પ્રપાત

પ્રેમ પ્રપાત

1 min
305


પ્રેમ પ્રેમ સહુ કરે છે પણ પ્રેમ અઘરી સોગાત ,

કોઈને પળમાં મળે ને કોઈને તરસાવે દિનરાત !


રૂપથી શરુ થઈને ગુણ સુધીની આ મહોલાત,

પામરમાંથી પરમ બનાવી દે એવી એની જાત !


એકમેકને પારખવાની પ્રેમથી મોટી કઈ છે રીત ?

એક જણ રડે ને બીજાની આંખે આંસુની ભાત !


પ્રેમને અકબંધ રાખવાની કયાં દિલને ના લાગે લત ?

આ તો સમુદ્રમંથનથી પણ મળે નહી એવું અમૃત !


ડૂમાં,દઝાપાં ને એકલતાની એમાં ભેગી ઉમટે ન્યાત,

સાચવો તો સચવાય છે, બાકી ભારે પડે એની લાત !


Rate this content
Log in

Similar gujarati poem from Drama