Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishal Dantani

Drama

3  

Vishal Dantani

Drama

મારાં ગામનો કૃષ્ણોત્સવ

મારાં ગામનો કૃષ્ણોત્સવ

1 min
280


ચીકણી માટીનો કાનો ,

માથે બોઘરાંનાં ભાતીગળ ફૂલ !

રંગીન કલાત્મક વાંસળી, 

ને ચણોઠીની ઝગારાં મારતી આંખો !

શણગાર હાથથી મઢેલાં,

કેવાં શોભે છે આઠમની મધરાતે ! 


દેશી ઢોલનાં ઢબૂકતાં તાલે,

તાસનાં તરકસ સથવારે ! 

ઘરડાંઓની અતૂટ શ્રદ્ધાએ,

આંસુ નીતરે પગનાં એકેક ઠેકે !


બાળક મન તો ઉલ્લાસનાં આંગણે,

જવાનીયાં જોબન ઠાલવે !

યુગલ ઝૂમે કાનરાધા સમજીને,

રાસ લીલાં વર્તાય હરહામે !


આરતી,પ્રસાદ ને બારનો ટકોરો,

કેવો ઓજસ પાથરે અંધારે !

કાનજી મહારાજ જેવું નામ, 

સાંભળી ઉર સલામો ભરે !


ગોકુળ આઠમની આ ઉજવણી,

બાળપણથી આજ સુધી સ્ફૂરે ! 

ગોવિંદ, કાનો, કૃષ્ણ, કેશવ,

સૌ સાથે મળી ઝૂમે છે આઠમે !


Rate this content
Log in