વારતા
વારતા
1 min
13.8K
તું આવ્યા પ્હેલાંની આ વારતા,
બળબળતા ફળફળતા શ્વાસોના ઘોડા,
મને છાતીમાં પગ ભીડી મારતા.
તું આવ્યા...
તું આવ્યા પ્હેલાં મારા આઠે પહોર,
જાણે આલી તારીખિયાનું પાનું.
તું આવ્યા પ્હેલાં મારે દશે દિશાઓમાં
અજવાળું રોજ શોધવાનું.
તું આવ્યા પ્હેલાં મારી નવસો નાડીમાં,
નવસો નવ્વાણું શૂળ શારતા.
તું આવ્યા....
તું આવ્યા પ્હેલાં મારા સાતે સમંદરમાં,
એકે મોતી ન્હોતું પાકતું.
તું આવ્યા પ્હેલાં મારી સોળે કળાઓને,
અણહુંરું અણહુંરું લાગતું.
તું આવ્યા પ્હેલાં મારાં આઠે ચોઘડિયાંને,
ઉના નિસાસા શણગારતા...
તું આવ્યા....