મોકો મળ્યો
મોકો મળ્યો
નયનમાં ય તરવાનો મોકો મળ્યો
જીગરમાં ય વસવાનો મોકો મળ્યો
હતું ગામ નાનું મજાનું છતાં
વિદેશે ય ફરવાનો મોકો મળ્યો
સુવાળો હતો હાથ મુજ હાથમા
કિરણમાં નહાવાનો મોકો મળ્યો
ઘણી નાવ ડૂબી છે કિનારા ઉપર
મને તો ઉભરવાનો મોકો મળ્યો
રહું ક્યા સુધી ચૂપચાપ એ હ્રદય
લે બોલું કહેવાનો મોકો મળ્યો
ગઝલ આમ તો કોણ આ સાંભળે
અહી કૈંક કહેવાનો મોકો મળ્યો
આ 'સપના' ખરી છે, દિવસ છે છતાં
લો સપને ય સરવાનો મોકો મળ્યો