મોર
મોર
આજ હૈયાના આંગણાંમાં નાચે છે મોર મોર
નાચે છે મોર એની સંગાથે ઢેલ ઢેલ
ખેતર વચાળે રૂડી ઉઘડી છે વેલ વેલ
વીંટાતી ઝાડવાને પાંદડે ફરી ફરી
ફરતી ને હળવો એ કરતી કાંઈ સાદ સાદ
જીવતરમાં ઘોળ્યો મેં મીઠો સંવાદ
હો ...
મેં તો પાણા ને ગોઠવી ને ચૂલો કર્યો
મેં તો ચૂલામાં ઓબારો હળવો ભર્યો
મારી કાંસા ની તાંબડી ને મીઠો પરસાદ
મારી લાપસીનો લાગે છે મીઠેરો સ્વાદ
સ્વાદ ...ઘૂંટયો ને મધમધતો મીઠેરો રાગ રાગ
ગુંજે ભરીને આજ ગણગણતી જાઉં જાઉં
જોયું તો ઓરડામાં આછો ઉજ
ાસ ઉજાસ
આજ અંગોમાં ભરી લીધો પાસ પાસ
તુજને દેખીને આજ થાયે છે હાશ હાશ
તારો ને મારો છે જન્મોનો સાથ ...
આજ હૈયાના આંગણાંમાં
હો...
આજ ઉગી છે આશોની અજવાળી રાત
કેવી ધરતી પર ખીલી છે ચાંદનીની ભાત
રૂડી દીશે છે પૂનમની રઢિયાળી રાત
(એવો) તારો ને મારો છે જન્મોનો સાથ સાથ
તુજને દેખીને આજ થાતો ઉજાશ ઉજાશ
આજ ફેલાયો ચારેય કોર કોર
દલડાનાં આંગણાંમાં ટહુકે છે મોર મોર
કાનાના રૂપમાં ને રાધા છે ઢેલ ઢેલ
રઢિયાળી રાતોમાં રેલમછેલ
આજ હૈયાના આંગણાંમાં