વિરહ
વિરહ
1 min
13.2K
ક્યાં છૂપાયો છે ?
આમ છૂપાછૂપીનાં ખેલ છોડ
અને નજર સામે આવ
જાણે,તને જોયે વર્ષો વિતી ગયા.
હવે નથી રહેવાતું તને જોયા વિના
તને તો શું ખબર હોય વિરહ ની ?
સાચું કહું ? તને જોઈને દિલ ને કેટલી શાતા મળે છે ?
મનડું તરબતર થઈ જાય છે.
રોમ રોમ તરોતાજા થઈ જાય છે
જીંદગી જીવવા જેવી લાગે છે
આટ આટલી વિનવણી કરી
હવે તો આ વિરહ નો અંત લાવ
જો કે તું પણ શું કરી શકે ?
બારે મેઘ ખાંગા થયા હોય,
ત્યારે તું ઈચ્છે તો પણ ક્યાંથી દેખાવાનો ?
તું પણ આકાશ ખુલ્લું થવાની રાહ જ જુએ છે ને ?