STORYMIRROR

Vibhuti Bharat

Others

3  

Vibhuti Bharat

Others

બની નદી હવે વહી શકું

બની નદી હવે વહી શકું

1 min
13.8K


વધુ પ્રહાર ના સહી શકું,

વગર સહારે ના રહી શકું.


નજર મળી કદર નહીં કશી,

નિગાહ ફેરવી નહીં શકું.


કરું પુકાર ચાહતો ભરી,

પવન બની હવે ચહી શકું.


ભગાડવા હ્રદયે હતાશને,

પચાસ વારતા કહી શકું.


શંકર શિરે જટા મહી ગંગા,

બની નદી હવે વહી શકું.


Rate this content
Log in