કશી હાસ નથી
કશી હાસ નથી
1 min
26.3K
તારી આવવાની મને, આસ નથી,
નયનોની બુઝાતી હવે, પ્યાસ નથી.
જોતો રાહ વાલમ, છુપાવી ચાહત,
દેખાતો છતાં નાસતો,એ પાસ નથી.
ધબકારો ભર્યું તન, રિસાતું લાગે,
મીલન માંગવા જેટલો, શ્વાસ નથી.
હેલી ગરજતી વરસતી છે ગગને,
ભીના બદનમાં, કેમ ટાઢાસ નથી.
માણસ કોઈ આવી, નિસાસા નાખે,
જડતી આ દિલે, કશી હાસ નથી.

