STORYMIRROR

Vibhuti Bharat

Romance Tragedy

3  

Vibhuti Bharat

Romance Tragedy

તવ સ્મરણ

તવ સ્મરણ

1 min
26.7K


કરું છું રોજ તવ સ્મરણ,

થશે ના કોઈ વિસ્મરણ.


જીવનમાં થઇ સહજ તમે,

મને દીધું અલખ શરણ.


રહી મળતી સમજ મને,

હતી હું એ, ઘણી અભણ.


નયન બોલે, જિહ્વા બંધ,

કરું એ પળ વિશે રટણ.


શીતળ છાંયો હતો શિરે,

બન્યું આજે અફાટ રણ.


વચ્ચે છે જોજનો અંતર,

સતત તું કર પ્રયાણ પણ.


સમયનું સરકતું ચરણ,

નજીકમાં છે હવે મરણ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance