STORYMIRROR

Vibhuti Bharat

Others Romance

3  

Vibhuti Bharat

Others Romance

આશ નથી

આશ નથી

1 min
13.7K


તારા પ્રાગટયની આશ નથી,

ખૂણાની બુઝતી પ્યાસ નથી.


ઉઘાડા બારીબારણાઑ છે,

આવતું કોઇ ખાસ નથી.


એકાંત પરીભાષા સરજે,

શબ્દોએ પડતા ચાસ નથી.


હેલીતો ઝંઝાવાતે વરસે,

વહાલ ભરેલા શ્વાસ નથી.


મ્રૂગલુ ખુદને જાણે નહીં,

કસ્તુરીનો એને ભાસ નથી.


ઉંબરે કોઈ આવી ઉભું છે,

હર્દય મારું આવાસ નથી.


Rate this content
Log in