Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vibhuti Bharat

Inspirational Tragedy

3  

Vibhuti Bharat

Inspirational Tragedy

પ્રેરણા

પ્રેરણા

1 min
13.2K


આપ આભની અટારીએથી નીરખો,

ને હું અંહી ઘરનાં ઝરુખે ઝુરૂં

આપ મેઘધનુષનાં હિંડોળે ઝૂલો,

ને હું અંહી ઘરનાં હિંડોળે ઝૂલું.


આપ સૂર્યનાં કિરણોથી પ્રકાશિત,

અને હું એ પ્રકાશે આગળ વધૂં

આપ ચંદ્રની ચાંદની રેલાવો,

ને હું એ શીતળતા માણું


કેટકેટલાં વર્ષ વિતી ગયાં

આપ તારલો બની ટમટમો,

હું અંહી જીવનપથ પર અડીખમ

આપ મને ઝંખો દિલથી, ક્યાં અજાણ્યું છે ?


કિંતુ મન ઈચ્છે કે હું અંહી જ રહું,

બાલૂડાં આપણાં અનાથ ન બને એ ભાવના

જે ખૂમારી અને હિંમતથી જીવી રહી છું,

"વિભૂ" ઈચ્છે "બિપીન" પાસે એવી પ્રેરણા


Rate this content
Log in