આયખુ તવ સહારે છે
આયખુ તવ સહારે છે
1 min
26.8K
રોજ શીશુ ભાવથી ઉંચકી પુકારે છે,
હેત ભાવો નો ભર્યો વૈભવ અમારે છે.
ઉંઘમાં આવી જગાડે વગર અસબાબે,
કનડગત એની બહુ, ઉગતી સવારે છે.
ઉપવને કોયલ ટહુકી ડાળ પર ઝૂમી,
બાગમાં સ્નેહી ચરણ તારા પધારે છે.
ઉગમણે સૂરજ કિરણ પથરાય સોનેરી,
મુજ છબી તું સુવર્ણ પિંછીએ કંડારે છે.
પ્રીતની આ રીત કેવી માવજત ચાહે,
આયખું આખું હવે તો તવ સહારે છે.
