STORYMIRROR

Vibhuti Bharat

Others

3  

Vibhuti Bharat

Others

મનગમતો ઉનાળો

મનગમતો ઉનાળો

1 min
25.5K


શિયાળો એટલે રંગબેરંગી ફૂલો

ઉનાળો એટલે સૂક્કો ભઠ્ઠ

એવી માન્યતા

થોભો, માન્યતા બદલો


ગ્રીષ્મનો વૈભવ તો,

વસંતને પાછળ રાખે એવો

લાંબી લાંબી કાળી કાળી

ડામરથી તપતી સડકોને


શોભાવનાર, છાંયો આપનાર

ગુલમહોર, સોનમહોર, ને ગરમાળો

એ ગ્રીષ્મનો વૈભવ

ઘડીક રોકાઈ આ વૃક્ષને છાંયે


આરામ ફરમાવવાની તક લેજો.

એ.સી.ની ઠંડકને ભૂલી જશો.


Rate this content
Log in