પડકાર
પડકાર
1 min
14.2K
સામ સામે બોલ કરતા, વાર છે,
આ રમાતા ખેલ, વ્યહવાર છે.
બેઉ માટે જોખમી વાતો હતી,
ખુદ સાથે એમના અહંકાર છે.
આવકારો પ્રેમથી મળતા નથી,
આ નકામી ચૂંભતી તકરાર છે.
ક્ષણવાર મનને એન સમજી શક્યો,
તમ વેણ જાણે તીક્ષ્ણ તલવાર છે.
પડકાર દવ ફાલી રહ્યો ભીતરે,
મૂંગી દશાના મૂળમાં વેર છે.
