મશહૂર થયો છું
મશહૂર થયો છું
1 min
13.8K
તારી ચાહતમાં હું તો મગરૂર થયો છું,
ભૂલાવી ગમ મારાં હું ચકચૂર થયો છું.
પેલા કાચ હતો ખાલી તે સ્પર્શ કર્યો તો,
આજે એક ચમકતો કોહીનૂર થયો છું.
જે ખારાશ મને બાઝી તે દૂર કરી તો,
આજે માધુર્યતાથી હું ભરપૂર થયો છું.
મારાં જીવનમાં તારું જેવું આગમન થયું,
તો આજે હું બધાં વિધ્નોથીં દૂર થયો છું.
કોઈ જાણતું ન હતું મારું નામ પહેલાં,
આજે આપ થકી જગમાં મશહૂર થયો છું.