તારી આદત થઇ ગઈ મને...
તારી આદત થઇ ગઈ મને...
તારી આદત થઇ ગઈ મને...
તારી સાદગી દીવાનો બનાવી ગઈ મને...
ન જાણ્યું હતું આટલું તડપીશ તારી યાદમાં,
તારી લગની તારો બનાવી ગઈ મને...
જોયા જિંદગીમાં મેં અનેક ચહેરા,
તારો ચહેરો ગમ્યો મને...
તારા શબ્દો મીઠાં એવા,
મધ ત્યાં ઝાંખું પડે,
કરવા બેઠા પ્રેમ જયારે,
તારી કમી ખલી ગઈ મને...
વાદળ ગર્જયા, મેઘ વર્ષયા, તું ના આવી પાછી રે,
બુંદ બુંદ આંખોથી ટપકી,
તારી વિરહ પાગલ કરી ગઈ મને...
તે દેખાડ્યા અનેક સપના,
પુરા ના કર્યાં સાથે એક પણ,
સપનાઓની આશા એ,
યાદ આવી તારી મને...
રોજ જોતો આંખો બંધ કરી, સપનાઓની દુનિયામાં,
તારા રૂપની ચમક રોજ અંજાવી ગઈ મને...
તારી આદત થઇ ગઈ મને...
તારી સાદગી દીવાનો બનાવી ગઈ મને...