STORYMIRROR

Kiran shah

Romance

3  

Kiran shah

Romance

પ્રિત

પ્રિત

1 min
13.7K


આટલા લાબાં અંતરાલ બાદ

હવે મને પ્રિતની વ્યાખ્યા સમજાશે કેમ ?

મારી પ્રિતમાં શું અધુરપ રહી ગઈ ?

તારા નામે જીવી ગઈ

તારા વિરહમાં યમુના કાંઠે સ્થંભિ ગઈ

તોય કાન્હા આજ

પ્રિત શું એ સમજાવું


તારી પ્રેમિકા બની

મંદિરમાં તારી બાજુમાં સ્થાન પામી

કૃષ્ણની પહેલાં રાધા નામ આવે

રાધે રાધે કરતાં સધળા કષ્ટ ભાગે

તો પણ કાન્હા પ્રિત શું એ મને પૂછે છે ?

હું તો તારા નામને જીવી ગઈ


પ્રેમ પ્રિત મને નથી ખબર

કાન્હા તું રાધાનો શ્વાસ વિશ્વાસ

મનથી કાન્હામય રાધા

સ્થળ કાળ કે પરિસ્થિતિથી પર

નામ વગરનો તારોને મારો સંબંધ


કૃષ્ણ જ સત્ય કૃષ્ણ જ જીવન

હવે વધારે આ શબ્દોના ખેલ મને ના સમજાય

બસ જાણું જીવન એ કૃષ્ણાર્પણ

રાધા રાધા નહીં કૃષ્ણની છાયા

કૃષ્ણમાં વિલિન

કદાચ એજ પ્રિત હશે ?


કાન્હા બોલ શું સાચું જીવી એ કે

આજ શબ્દોમાં જે જગ શોધે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance