સફર તારી બનાવું સફર મારી
સફર તારી બનાવું સફર મારી
સફર તારી હું સફર મારી બનાવું,
તારી સાથેની સફર હશે રંગીન
તે કહ્યું,
"કેડી છે મારી કાંટાળી, તું છે નાજુક"
તો શું....?
પ્રેમ તારો મારી જાજમ બનશે !
તે કહ્યું,
"સફરનો દરિયો છે તોફાની"
તો શું....?
મારી લાગણીઓ બનશે તરાપો...
તે કહ્યું,
"છે આંધી-તોફાન સફરમાં"
તો શું...?
વિશ્વાસની હશે ચટ્ટાન તું લઈ તો ચાલ,
સફર તારી બનાવું સફર મારી...

