શોધું તારામાં મને
શોધું તારામાં મને
હું એક "સ્ત્રી"
શોધું છું તારા માં મને
જ્યાં છું હું
ત્યાં માત્ર પ્રેમ છે
ત્યાં સન્માન છે
ત્યાં દાક્ષણ્ય છે
ત્યાં નથી ધૂતકાર
ત્યાં નથી માનસિક
કે શારીરિક બળાત્કાર
પણ જો હું તારામાં નહિ
હોવું તો ચોક્કસ
ત્યાં એક પુરુષ હશે
પછી ત્યાં બધું જ હશે
માત્ર
નહિ હોય મારુ અસ્તિત્વ
પણ નહીં માનું હું હાર હવે અસ્તિત્વ કાજે
એ લડાઈ તો આદરી છે
"મા" ના કૂખમાંથી
દીકરો જન્મે વધામણાં
દીકરી જન્મે માતમ !
હે ઈશ્વર
કેમ આપવાની કસોટી
સહનશક્તિની જન્મતા જ !
અગર જન્મ આપે છે તું
તો હક પણ આમ
ફરજ તો છઠ્ઠી સાથે
લખીને જ મોકલી તે મને
માત્ર જવાબદારી નહિ
સ્વતંત્રતા પણ આપ
જો હે ઈશ્વર અગર
તારામાં હું છું