ફૂલ જેવું આ દિલ
ફૂલ જેવું આ દિલ
ફૂલ જેવું છે
તમારું આ દિલ
કહીને કચડી ગયા...
અમે તો એ જ અમારી
સુવાસની ભરમમાં જ
ખોવાયેલા રહ્યા...
ફૂલના માળી
તમને શું કહ્યા...
તમે તો હક કરીને
ચાલી નીકળ્યા...
સમજાયો મર્મ પછી
તમે તો અલગ અલગ
ફુલોની મહેક લેવાના
શોખ છે પાળ્યા...
ફૂલ જેવું છે
તમારું આ દિલ
કહીને કચડી ગયા...

