મૈત્રી
મૈત્રી
મૈત્રી એટલે મારી અવ્યક્ત,
લાગણીઓ નું સરનામું,
મૈત્રી એટલે કોઈ પરભવનાં,
ઋણાનુબંધ ની મહેક,
મૈત્રી એટલે,
વટવૃક્ષની છાંય,
મૈત્રી એટલે ફરજોમાંથી મુક્તિ,
અને હકનાં સરવાળા,
મૈત્રી એટલે,
દુઃખનાં સાથી અને,
જેના વિના સુખ અધૂરું,
મૈત્રી એટલે સતકર્મોનું ફળ,
મૈત્રી એટલે ઈશ્વર તરફથી,
મળેલ અમૂલ્ય ભેંટ,
મૈત્રી એટલે,
નિ:સ્વાર્થ પ્રેમનું ઝરણું.

