STORYMIRROR

Rena piyush

Others

3  

Rena piyush

Others

જીવનની ઢળતી સાંજે.....

જીવનની ઢળતી સાંજે.....

1 min
26.8K


જીવનની ઢળતી સાંજે 

પાછા વળીને જોઉં છું

હજુ હમણાં પપ્પાની આંગળી પકડીને

ચાલતા શીખેલી હું

ભણતરના ભાર વચ્ચે,

સહેલીઓ સાથે રમતા રમતાં

ક્યારે જવાન થઈ ગઈ હું

દર્પણની સામે કલાકો સુધી 

નિખરતી નિખારતી આ 

ચહેરાને હું

પિયુનું પાનેતર ઓઢી સાસરિયે 

પિયુ સંગ ચાલી નીકળી હું

સંતાન માં ખુદના બાળપણને વાગોળતી,

માતા,પત્ની,વહુની ફરજ નિભાવતા

ઘડીક દર્પણ સામે ઉભી રહી

સફેદ વાળની લટ છુપાવતી હું

જવાબદારીઓ વચ્ચે દોડાદોડ કરતી

લાકડીના સહારે આજે 

ઉભી રહી ગઈ હું

પાછા વળીને જોઉં છું 

સવારથી સાંજ વચ્ચે 

જિંદગી પુરી થઈ ગઈ

જીવનની ઢળતી સાંજે પાછા

વળીને જોઉં છું જ્યારે


Rate this content
Log in