વિશ્વાસનું રોકાણ
વિશ્વાસનું રોકાણ
1 min
13K
મારા વિશ્વાસનું રોકાણ હવે શ્વાસમાં છે
આવનારી સઘળી પળ એની આશમાં છે
એ વધે જેમ ચંદ્ર કળા પેઠે પૂનમ સુધી
ગુજરતી રાતો સઘળી પછી અમાસમાં છે
તું સમીર બની સ્પર્શી રહ્યો સતત મુજને
ખબર નથી કે કોણ કોના બાહુપાશમાં છે
હયાતી તારી વર્તાય છે હર શબ્દો સંગાથે
સરવાણી ભવ્ય ભાવની તેથી પ્રાસમાં છે
કોકિલ કંઠી સ્વરમાં ઋચાઓ સુણું તારી
પાનખર પછી તું જ વસંતના પ્રયાસમાં છે
અંગ અંગ"પરમ"અસ્તિત્વનું રાધાને કાન
જાણે હરકોઈ"પાગલ"બની મહારાસમાં છે