વેદના
વેદના
મળ્યાં અમે પ્રકૃતિને ખોળે કરવા પ્રેમની વાતો,
સાક્ષી બન્યાં અમારાં પ્રેમનાં વૃક્ષ ને પંખીઓ,
દિલની ધડકનમાં શ્વાસોના શ્વાસ સમાયા,
લાગણીઓનાં દરિયા કેવાં એકબીજામાં ઠલવાયાં ?
સમગ્ર સૃષ્ટિ લીન થઈ ગઈ અમારા પ્રેમની સાથે,
શબ્દો મૌન બનીને આંખોમાં પડઘાયા એવી રીતે,
મધુરું આલિંગન પ્રેમપાશ બનીને વીંટળાયું,
જાણે આસપાસ શ્વાસોનું ટોળું વીંટળાયું,
હતાં એ દિવસો કેવાં યાદગાર જીવનમાં,
સોનેરી યાદોનાં સંભારણા કાયમ બની ગયાં જીવનમાં,
જુદા પડીને પણ મોબાઈલ મેસેજ કર્યા કરતાં,
પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચવાનો પ્રયત્ન કરતાં,
ન જાણ્યું જાનકી કાલે નાથે શું થવાનું છે ?
ભાવીનાં કાળમાં કેવીરીતે કોણ હોમાવાનું છે ?
મેસેજ આવતાં એકદમ બંધ થઈ ગયાં,
પછી તેના કોઈ ખબર મળતાં બંધ થઈ ગયાં,
વિરહની વેદનામાં તડપતી રહી,
તૂટેલાં દિલને સમજાવતી રહી,
આંખોમાં ધોધમાર આંસુઓ વહે,
મનની અંદર લાગણીઓ રડે,
અરમાનોનું ગળું ભીંસતી રહી,
લાશની માફક જીવતી રહી.

