ભૂરો મૂંઝાયો
ભૂરો મૂંઝાયો
પેટ્રોલ ડીઝલ મોંઘું થયું
તો સીએનજી ગેસવાળી ગાડી લાવી
પણ સીએનજી ગેસએ મોંઘો થયો
રાંધણ ગેસ મોંઘો થયો
તો ઇલેક્ટ્રિક સગડી લાવી
પણ વીજળીય મોંઘી થઈ
દિવાળીની મજા માણવા જવું હતું સ્વિત્ઝલેન્ડમાં
પણ મોંઘવારીના કારણે સાપુતારા ગોઠવ્યું
પણ એય મોઘું થતાં અંબોડથી પાછો ફર્યો
કામવાળી બાઈ મોંઘી થઈ
તો વોશિંગ મશીન લાવ્યું
પણ વોશિંગ પાઉડરય મોઘોં થયો
ટીવી ચેનલવાળા એ ભાવ વધાર્યો
તો મોબાઈલમાં સબસ્ક્રિપશન કરાવ્યું
પણ ઈન્ટરનેટય મોંઘું થયું
ફરસાણવાળા એ નાસ્તાના ભાવ વધાર્યા
તો ઘેર નાસ્તા બનાવ્યાં
પણ તેલનો ડબ્બોય મોંઘો થયો
ભાડાનું ઘર મોંઘુ થયું
તો ઘરનો ફ્લેટ નોંધાવ્યો
પણ હોમ લોનય મોંઘી થઈ
દૂધ ઘીનો ભાવ વધ્યો
તો ઘરે ભેંસો લાવી
પણ ઘાસચારોય મોંઘો થયો
ચા ખાંડનો ભાવ વધ્યો
તો મહેમાનો માટે લીંબૂ શરબત બનાવ્યો
પણ લીંબૂય મોંઘાં થયાં
દુકાનમાં રેદીમેઇડ કપડાંનો ભાવ વધ્યો
તો દરજીને કાપડ લાવીને આપ્યાં સિવડાવવા
પણ દરજીએ ય સિલાઈનો ભાવ વધાર્યો
કોફી મોંઘી થઈ તો
ઈલાયચી વાળુ દૂધ શરુ કર્યુ
પણ ઈલાયચીય મોંઘી થઈ
શાકભાજી મોંઘાં થયાં
તો કધી ખાવાનું શરુ કર્યુ
પણ છાશએ મોંઘી થઈ
શાળા એ ફી વધારી તો
સરકારી શાળામાં થયો દાખલ
પણ ટયુશનવાળા સાહેબે ય ફી વધારી
ઘરના ખર્ચા પૂરા કરવા નોકરીમાં
ઓવર ટાઇમ શરુ કર્યુ પણ
ઓવર ટાઈમમાં થયો બિમાર
અને ડોકટરની ફીમાં ગયો બધો પગાર
ચહેરા પર નૂર લાવવા સલૂનમાં ગયો
સલોન એ ભાવ વધાર્યા
તો ઘેર લાવ્યો બ્યુટી પ્રોડક્ટ
પણ બ્યુટી પ્રોડક્ટ ય મોંઘુ થયું
બિમાર પડ્યો તો ડોકટરે સફરજન ખાવાની સલાહ આપી
સફરજન મોંઘાં થયાં તો કેળાંથી કામ ચલાવ્યું
પણ કેળાંય મોંઘાં થયાં
નોકરીમાં પગાર વધ્યો
તો મનમાં ને મનમાં હરખાયો
પણ મોંઘવારીમાં ન કોઈ બચત કરી શક્યો