વનદેવીની વેદના
વનદેવીની વેદના
કપાયા વૃક્ષ જંગલનાં,
ચીસ ઊઠી વનદેવીની,
વેરાન લાગે છે મારૂં વન,
નથી ગમતું મને અહીં,
ના વૃક્ષોનો છાયો મળે,
ના પીવા ચોખ્ખું જળ મળે,
વનનાં પશુને પંખીઓ,
ક્યાં શોધે આશરો ?
નિરાશ થઈ ઉજ્જડ વનમાં,
બેઠાં પશુઓ ગુમસૂમ,
ના સૂધ રહી જંગલની,
ના વૈભવ રહ્યો પ્રકૃતિનો,
વૃક્ષે વૃક્ષે વનદેવીનો વાસ,
શાને કાજે માનવી કાપે વૃક્ષ ?
ખાલી વૃક્ષનાં ઠુંઠા દેખાય,
કોપ પ્રકૃતિનો અહીં દેખાય,
સમજ પડે માનવીને ઘણી,
છતાં વૃક્ષોને કરવત મેલી,
નથી કર્યો વિચાર સૌનો,
કેવીરીતે વરસસે વરસાદ ?
દયાહીન થયો છે માનવી,
લઈ નિઃસાસા વૃક્ષોનાં,
હર્યુંભર્યું જંગલ મારું,
માતમ મનાવે ઉદાસીનું.
