મહેંદી
મહેંદી
તારા નામની તે મહેંદી મે લગાવી
તારા નામની જ યાદી મે સજાવી,
તારા તે હૈયાની હળવાશ મે માણી
તારી તે યાદોની મહેફીલ મે જાણી,
તારા તે હાથની મહેંદીનો રંગ સાથે
તારા તે જીવનના દરેક રંગોની પાસે,
તારી તે પાસે હું જ હરપળની સાથે !
હતો આભાસ મારો એ તારી સાથે,
ઉતર્યો જ્યારે આ રંગ મહેંદીનો હાથે,
સપનાની દુનિયા મારી તૂટી જ સાથે !
