રાખ તું સાવચેતી
રાખ તું સાવચેતી
ના ડર તું નાનકડા એકવાઇરસથી
પણ રાખ તું સાવચેતી આવાઇરસથી.
નામ એનું છે કેવું અજીબ જુઓ 'કોરોના'
એ જ તો કહે કોઈ રોડ પર નીકળો ના.
મોં પર માસ્ક, તું અંતર રાખી વાત કર,
જો હાથોને સેનીટાઈઝ કરીને તું ફર.
ખાંસી શરદી તાવ આવે તો બેસી ના રેજો,
ઝટ દવાખાને જઈ ચેકઅપ કરજો.
સાંભળીને ડોક્ટરની વાત કાને ધરજો,
નહીંતર સૌ સ્વજનનો સંગ ખોઈ દેજો.
ઘરમાં રહીને સુરક્ષિત બની જાઓ હા,
નહીં તો જીવતરથી સદાના વિદાય હા.
