ત્રાહીમામ્
ત્રાહીમામ્
અરેરે..ત્રાહીમામ્...ત્રાહીમામ્....!
જંગલ જંગલ વૃક્ષો બોલે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
ડાળ ડાળ 'ને પર્ણો બોલે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
ઘાસનાં તણખલા બોલે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
ગગનમાંથી વાદળ બોલે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
પથરાળા ડુંગરાઓ બોલે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
પાણીની બુંદ બુંદ બોલે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
અબોલ એવાં પક્ષી બોલે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
મૂક એવાં પશુઓ બોલે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
જળ, સ્થળ, આભ બોલે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
અરેરે.....ત્રાહીમામ્...ત્રાહીમામ્...!
આકાશમાંથી અગ્નિ વરસે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
જગત આખું બળે ભડકે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
રોળ્યાં અમ ઘરબાર કોણે ?...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
વન વગડાઓ વેરાન કરે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
પૃથ્વી થઈ રસાતાળ હવે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
જીવમાત્ર જીવનને વલખે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
નિકંદન સૃષ્ટિનું કોનાં પાપે ?...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
આટલી હત્યા કોનાં માથે ?...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
આતો અસુર માનવ અંચળે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
અરેરે.....ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
શાને મારે કુહાડો તારા પગે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
ખીલવે શકે નહિ રોળ્યું શાને...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
અબોલ જીવો તારે શરણે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
થંભી જા નહિ તો થશે વલે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
પાપ છાપરે ચડીને પોકારે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
હાય કુદરતની એવી દઝાડે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
એ સોટીમાં અવાજ ન પ્યારે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
લાવે તારી શાન ઠેકાણે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
'દીપાવલી' હાથે પગે પડે...ત્રાહીમામ્...ત્રાહીમામ્..!
