Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijita Panchal

Tragedy Others

4  

Vijita Panchal

Tragedy Others

હવે યાદ નથી

હવે યાદ નથી

1 min
360

એકલતા એવી ફેલાઈ છે ચારેકોર,

વાતોનાં ગપ્પાં હવે યાદ નથી !

શહેરોમાં ભીડભાડ ને થઈ સૂની ગલીઓ,

હર્યાભર્યા એ ગામના રસ્તા યાદ નથી !

ઈશારામાં જ સમજી જવાય છે વાતો,

હાસ્યની એ ટોળકી હવે યાદ નથી !

શણગારોમાં જ વીતવા લાગી છે જિંદગી,

સ્વભાવની સાદગી હવે યાદ નથી !

વાહનોનાં ઘોંઘાટ વાગ્યા કરે છે કાને,

પંખીઓના મધુર કલરવ હવે યાદ નથી !

ચાર દીવાલોમાં જ બંધાઈ ગઈ દુનિયા,

ગામની ભાગોળે ફરવાની મજા હવે યાદ નથી !

દૂરથી જ સચવાઈ જાય છે દરેક સંબંધો,

લાગણીના સંબંધો હવે યાદ નથી !

વિડિયો ગેમમાં જ રમી લીધી જિંદગી,

દાદાની વાર્તાઓનું બાળપણ હવે યાદ નથી !

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy